Varsha Ritu (Monsoon)

વર્ષા ઋતુ (ચોમાસુ) - Monsoon

વર્ષા ઋતુ (ચોમાસુ) - (મધ્ય જુલાઈ થી મધ્ય સપ્ટેમ્બર)

  • આ ઋતુમાં, આકાશમાં વાદળ છવાયેલા રહે છે અને વરસાદ પડે છે. તળાવો અને નદીઓ પાણીથી ભરાઈ જાય છે.

  • આ ઋતુમાં અમ્લ રસ (ખાટા) અને મહાભૂત પૃથ્વી અને અગ્નિ છે.

  • માનવીની પાચન શક્તિ નબળી પડી જાય છે.

  • વાત દોષમાં વિવિધતા જોવા મળે છે.

  • પિત્ત દોષમાં ઘટાડો થવાથી અગ્નિ પણ ક્ષતિગ્રસ્ત થાય છે.

Varsha Ritu (Monsoon) - (Mid- July to Mid- September)

  • During this season, the sky is overcast and rain falls. Lakes and rivers are filled with water.

  • This season has amla rasa (sour) and mahabhuta earth and fire.

  • Human digestion powers become weak.

  • There are variations in Vata Dosha.

  • Agni is also impaired due to reduction in pitta dosha.

આહાર નિયમન

  • અમ્લ (ખાટો) અને લવણ (ખારો) સ્વાદ અને સ્નિગ્ધ (નરમ) ગુણો ધરાવતો ખોરાક ખાવો જોઈએ.

  • અનાજમાં, જૂના જવ, ચોખા, ઘઉં ખાવાનું અને ઓષધીય સૂપ વગેરેનો આહારમાં સામેલ કરવા જોઈએ.

  • વ્યક્તિએ ઓષધીય ઉકાળા અથવા ઉકાળેલું પાણી પીવું જોઈએ. નદીનું પાણી પીવું તથા વધારે પ્રમાણમાં પાણી પીવું, અતિશય વધારે નહિ.

  • જે ખાદ્યપદાર્થો પચવામાં અઘરા હોય છે જેવા કે માંસ તેવાનો ત્યાગ કરવો જોઈએ.

Dietary Regulation

  • Foods with amla (sour) and lavan (salty) taste and viscid (soft) qualities should be eaten.

  • In cereals, old barley, rice, wheat and eating.

  • Medicinal soups etc. should be included in the diet. And one should drink medicated decoction or boiled water. Drink river water and drink plenty of water, not too much.

  • Foods that are difficult to digest like meat should be avoided.

જીવનશૈલી

  • આ ઋતુમાં નહાવા માટે ગરમ પાણી અને તેલથી શરીરની યોગ્ય રીતે માલિશ કરવાની ભલામણ કરવામાં આવી છે.

  • દવાયુક્ત બસ્તી (એનિમા) લેવાથી ક્ષતિગ્રસ્ત દોષોને શરીરની બહાર કાઢી શકાય છે.

  • વરસાદમાં ભીંજવવું, દિવસમાં સુઈ જવું, વધારે કસરત, જાતીય આનંદ, સખત મહેનત, નદી કિનારે રહેવું જેવી બાબતો ટાળવી જોઈએ.

  • પંચકર્મ કરાવી શકાય.

  • પરફ્યુમનો ઉપયોગ કરી શકાય છે.

  • દિવસના સમયે સૂવાનું ટાળો, મહેનત કરો અને સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં રહો.

Lifestyle

  • A proper body massage with oil is recommended and warm water bathing in this season.

  • Taking a medicated basti (enema) can flush out the vitiated doshas from the body.

  • Things like soaking in rain, lying down during the day, excessive exercise, sexual pleasure, hard work, living by river banks should be avoided.

  • Panchakarma can be done.

  • Perfume can be used.

  • Avoid sleeping during the day, exercising and excessive exposure to sunlight.

વર્ષા ઋતુમાં આરોગ્ય અંગે નીચેની બાબતો ધ્યાન રાખવી જોઇએ.

      • શરીરનું બળ ક્ષીણ થાય છે.

      • પાચન શક્તિ ઘટે છે.

      • ત્રણે દોષો કોપે છે અને રોગો થવાની શક્યતાઓ વધે છે તેથી શરીરનું ખાસ ધ્યાન રાખવું.

રોગ થવાની શક્યતાઓ

કમરનો દુખાવો થાય

સાંધાનો દુખાવો થાય

અપચો, ગેસ, શ્વાસ,

ઝાડા, કૃમી, કમળો

અને ચામડીના રોગો થઈ શકે.

પથ્ય ખોરાક

ગરમ, સ્નિગ્ધ, ખારા

ખાટા, અને

રસપ્રધાન

હલકા ખોરાક લઈ શકાય.

અપથ્ય ખોરાક

ભારે મીઠાઈ, કાકડી

મૂળા, મોગરી અને

લીલા પાંદડાવાળા

શાકભાજી ન લેવાઈ તો સારું.

અન્ય

નદીનું પાણી ન પીવું ,

વધુ પડતી મહેનત ન કરવી,

તડકાનું સેવન ન કરવું,

ભેજ,શીતળતા, ઠંડા પવન અને સીધા વરસાદથી બચવું.

ઉજાગરા ન કરવા, ઉઘાડા પગે ન ચાલવું

ઉપવાસ એકટાણાં કરવા અને સ્નાન ગરમ પાણીથી કરવું

આદુ, સૂંઠ, મેથી, સરગવો, હરડે, અજમો, સુવા, તુલસી, ફુદીનો,લસણ,આંબળા, બહેડા, ધાણા, વાવડિંગ, કડું અને કડીયાતાનું વર્ષા ઋતુમાં સેવન કરવું હિતકારી છે.

ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન.... અને બીમારી નું પ્રવેશદ્વાર ....

વર્ષા ની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે (તડકો ખુબ હોય) અને મોડી રાત્રે ઠંડક હોય, ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે (બહાર આવે). આ પ્રકોપવું એટલે તાવ આવવો, ગરમી શરીરની બહાર નીકળવી.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

  1. ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.

  2. અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

  3. જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલા એક કેળાને છુંદીને એમાં ઘી, સાકર, ત્રણ ઈલાયચી ઉમેરી બપોરે જમવા સાથે ખાવા.

  4. ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું.

  5. ભૂલેચૂકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક અને બપોરે જ ભોજન પછી તરત જ લેવાય.

  6. ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલું ચાલવું. શરીરની અનુકુળતા હોય તો ૫ કિલોમીટર દોડવું.

  7. નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનું કારણ આ જ છે.

  8. શરદ પૂનમ ની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠેલ ચંદ્ર ને ધરાવેલ દૂધ-પૌવા જ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ.

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता.