Jaggery

Jaggery

  • Jaggery is a type of unrefined sugar made from sugarcane. Which is the highest production in India compared to the countries of the world.

Benefits of eating jaggery

  • 60+ people will remember that they used to eat rotli or rotalo and jaggery-ghee in the morning.

  • They used to eat jaggery along with groundnuts when they felt hungry during the night.

  • A little piece desi jaggery should be eaten after night meal to stay healthy

  • If you want to restore the damaged lungs, start eating jaggery from today.

  • According to Ayurveda, one should eat around 20 grams of jaggery daily to stay healthy.

  • As everyone knows that nowadays due to the lack of proper food and drink, not only the people get tired early but also the youth have become like old people.

  • Today's youth gets tired quickly, starts feeling tired after doing little work.

  • You must have seen that working class people always consume jaggery but have you ever thought why they consume jaggery?

  • One of the reasons why working class people work harder than you, they don't get tired is because they regularly consume jaggery.

  • People in India are always fond of sweet after meals. But if you want to maintain health and eat wholesome, jaggery is the best solution.

  • Jaggery has its own importance in Indian culture. Jaggery and sugar are both made from sugarcane juice. But while making sugar, the elements of iron, potassium sulphur, phosphorus and calcium etc. in it are destroyed. But this is not the case with jaggery. Jaggery is rich in vitamin B.

  • The substance in jaggery removes the acid from the body.

  • While consumption of sugar increases the amount of acid in the body. Which causes many diseases.

  • Regular consumption of jaggery can help you get rid of many health related problems.

  • If you want to maintain the health of the body, you should stay away from 3 white and 3 black poisons from food. Such as sugar, salt and flour and 3 black poisons tea, coffee and cold drinks.


Important Benefits of Jaggery


  1. Strong Bones: Eating jaggery strengthens bones. It also contains phosphorus along with calcium which is essential for making bones strong.

  2. Joint Pain: Consuming jaggery relieves joint pain.

  3. Fatigue and Weakness: If you feel tired and weak then take jaggery with milk to get rid of it. Jaggery increases the amount of energy in the body. Jaggery is digested quickly so it does not increase the sugar level in the body.

  4. Gas and Acidity: If you eat jaggery after eating at night before going to bed, the problem of gas and acidity will go away.

  5. Gas: People who suffer from gas should eat a little jaggery after lunch or dinner every day. Consuming jaggery with a glass of water daily cools the stomach. It does not cause gas problem.

  6. Migraine and General Headache: Eating jaggery with cow ghee relieves migraine and general headache. Before going to bed and in the morning on an empty stomach 5 ml. cow ghee with 10 grams of jaggery should be taken twice a day. Migraines and headaches will be relieved.

  7. Metabolism: Jaggery keeps the digestive function proper, Jaggery purifies the blood of the body and improves metabolism.

  8. Anemia: Jaggery is a major source of iron. So it is very beneficial for anemia patient. Its intake is very important especially for women.

  9. Skin Toxins and Acne: Jaggery is very beneficial for the skin. Jaggery has the ability to remove bad toxins from the blood. This makes the skin shiny and acne free.

  10. Cold and Cough: Consuming jaggery provides relief from Cold and Cough. If you don't want to eat raw jaggery during jukam, you can also use it in tea or ladwa.

  11. Fever and Asthma: Turmeric controls fever in the body. It contains anti-allergic properties so its consumption is very beneficial for asthma patients.

  12. Blood Pressure: Jaggery is rich in potassium which keeps blood pressure under control.


Different ways to consume jaggery

  • With desi ghee: If you usually don't feel like eating jaggery, you can finely chop jaggery and mix it with desi ghee and then eat it on roti and you will get a lot of energy.

  • With meal: You should consume jaggery during evening meal so that your hemoglobin level will increase quickly and you will get energy.

  • Along with buttermilk: In winter morning jaggery can be consumed with buttermilk as well, it will give you more energy and you will get a taste of such consumption and it will not make you feel tired.

  • Jaggery instead of sugar: Using jaggery instead of sugar in tea or coffee will feel new or different for a couple of days. Then you will be able to reap the benefits of the sphere.

ગોળ

  • ગોળ એ શેરડીમાંથી બનાવવામાં આવતી અશુદ્ધ ખાંડનો એક પ્રકાર છે. જેનું વિશ્વના દેશોની સરખામણીમાં સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે.

ગોળ ખાવાના ફાયદાઓ

  • ૬૦+ વાળાને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી ખાતા હતા.

  • રોંઢે એટલેકે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા.

  • રાત્ર જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ જરૂર ખાવો જોઈએ સ્વસ્થ રહેવા માટે

  • નુકસાન પામેલા ફેફસાં ને ફરી પાછા સ્વસ્થ કરવા હોય તો આજથી જ ગોળ ખાવાનો શરું કરી દો.

  • આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ જેટલો ગોળ ખાવો જોઈએ.

  • જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલાં થાકી જાય છે એટલું જ નહિં યુવાનો પણ ઘરડા લોકો જેવા થઇ ગયા છે.

  • આજનો યુવાન જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવાં લાગે છે.

  • તમે જોયું હશે કે મજુર વર્ગના લોકો હમેશા ગોળનું સેવન કરે છે પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે લોકો ગોળનું સેવન કેમ કરે છે?

  • મજુર વર્ગના લોકો તમારાથી વધું મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતાં નથી તેનું એક કારણ છે કે તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે.

  • ભારતમાં હમેશા લોકો જમ્યાં પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું હોય અને ગળ્યું પણ ખાવું હોય તો ગોળ એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે.

  • ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે. પણ ગોળ સાથે આવું બનતું નથી.ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

  • ગોળમાં રહેલા તત્વ શરીરનાં એસીડને દુર કરી દે છે.

  • જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે.

  • ગોળનું નિયમિત રીતે સેવન કરવાથી તમને અનેક પ્રકારની આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે.

  • શરીરનું સ્વાથ્ય જાળવી રાખવું હોય તો ભોજનમાંથી 3 સફેદ અને 3 કાળા ઝેરથી દૂર રહેવું જોઈએ.જેવા કે ખાંડ, મીઠું અને મેંદો તથા ૩ કાળા ઝેર ચા, કોફી અને કોલ્ડ્રિન્ક.


ગોળના મહત્વના ફાયદાઓ


  1. મજબુત હાડકા: ગોળ ખાવાથી હાડકા મજબુત થાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત બનાવવા માટે જરૂરી છે.

  2. સાંધાના દુખાવા: ગોળના સેવનથી સાંધાના દુખાવામાં આરામ થઇ જાય છે.

  3. થાક અને નબળાઈ: જો તમને થાક અને નબળાઈનો અનુભવ થાય છે તો તેને દૂર કરવા માટે દૂધ સાથે ગોળ ખાવો જોઈએ. ગોળ શરીરમાં શક્તિની માત્રા વધારી દે છે. ગોળ જલ્દી પચી જાય છે તેનાથી શરીરમાં ખાંડનું સ્તર પણ વધતું નથી.

  4. ગેસ અને એસીડીટી: જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટી ની તકલીફ દુર થઇ જશે.

  5. ગેસ: જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાવો જોઈએ. રોજ એક ગ્લાસ પાણી સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી.

  6. માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો: ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુઃખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવો જોઈએ. માઈગ્રેન અને માથાના દુખાવામાં રાહત મળશે.

  7. મેટાબૉલિઝમ: ગોળ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મેટાબૉલિઝમ ઠીક કરે છે.

  8. એનીમિયા: ગોળ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયા ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધું જરૂરી છે.

  9. ત્વચાનું ટોક્સીન તથા ખીલ: ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીનને દુર કરવાની ક્ષમતા છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલની તકલીફ રહેતી નથી.

  10. જુકામ અને કફ: ગોળનું સેવન જુકામ અને કફ થી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

  11. તાવ અને દમ: ગોળ શરીરમાં તાવને નિયંત્રિત કરે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

  12. બ્લડ પ્રેશર: ગોળમાંથી વધું પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જેથી બ્લડ પ્રેશર નિયત્રણમાં રહે છે.


ગોળનું સેવન કરવાની વિવિધ રીતો

  • દેશી ઘી સાથે: જો તમને સામાન્ય રીતે ગોળ ખાવાની ઈચ્છાજ નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો અને પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.

  • જમવાની સાથે: સાંજે જમતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ જેથી તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.

  • છાશ ની સાથે: શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરી શકાય તેનાથી ખુબ જ વધું એનર્જી મળશે અને તમને આવું સેવન સ્વાદપૂર્ણ હોય છે અને તેનાથી થાક પણ નથી લાગતો.

  • ખાંડને બદલે ગોળ: ચા કે કોફીમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો બે-ચાર દિવસ નવું કે અલગ લાગશે. પછી ગોળાના ફાયદાઓ ભરપૂર ફાયદાઓ મેળવી શકશો.

🍛🍲ગોળ અને ખાંડમાં શુ ફેર છે? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે...

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટમાં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ જે પાચન ક્રિયાને રોકે....

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકરને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકોએ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,

તેનું નામ ખાંડ હતું. - તેની જગ્યાએ શું ખાઈએ? - જવાબ છે-ગોળ

ગોળ અને ખાંડમાં ફરક !

બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં શરીરને નુકસાનકારક ૨૩ કેમિકલ ભેળવવા પડે છે અને તે બધા શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે જે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે. શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળથી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે. આ કાકવી ગોળથી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, ૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.☺☺

ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી સૌના શરીરની હાલત ખરાબ છે.


રસપ્રદ જાણકારી💐👌👌

ભારતને છોડીને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવીની ખુબ જ માંગ છે. કેમકે ખાંડથી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે, તેમાં ગુણવત્તા હોતી નથી, પરંતુ ગોળમાંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વાલિટીની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળનો ભાવ ૩૦-૪૦ રૂપિયા કિલો હોય છે. પરંતુ ઇસરાઈલમાં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખુબ જ માગ છે. ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે

ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડની એક જ વાત યાદ રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાનીથી પચતા નથી. જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગીમાં ક્યારેય નહિ આવે.

તમે તમારી જીંદગીમાં થી ખાંડને કાઢી નાખો કેમ કે આપણે કુદરતી ખાંડ ફળમાંથી કે બીજી વસ્તુઓમાંથી મળી જ રહે છે, આ ખાંડ તમને પચવાના રસ્તામાં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો,

ગોળ ખાઓ કાકવી ખાઓ.