Ayurveda

સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું?

સમદોષ: સમાગ્નિ: સમધાતુ મલક્રિયા

પ્રસન્ન: આત્મા ઇન્દ્રિય મન: સ્વસ્થ ઇત્યભિધિયતે

મહર્ષિ સુશ્રુતઆચાર્ય

પ્રકૃતિ એટલે શું?

પ્રકૃતિ એટલે શું?


તમારી પ્રકૃતિ કઈ છે? ખબર ન હોય તો જાણો

પ્રકૃતિ જાણવાના ફાયદા

વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી રાખી શકાય.

દિવસ દરમ્યાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ, જેના થકી સ્વાસ્થ્યની સંભાળ લઇ શકાય.

ઋતુ પ્રમાણે આહાર વિહારની સાવધાની રાખવામાં સરળતા રહે.

સામાન્ય રીતે થતા હેલ્થના પ્રશ્નોને નિવારી શકાય

સામેની વ્યક્તિની પ્રકૃતિનો ખ્યાલ તો તેની સાથે વ્યવહાર કરવામાં પણ ઘણી સુગમતા રહે છે.

આપણાં શરીરમાં દોષોનું કાર્ય અને સ્થાન

દોષના સ્થાન:  

વ્યક્તિને પ્રકૃતિ અને શરીરના ભાગો માતા-પિતા તરફથી વારસામાં મળે છે.

પિતા માતા તરફથી નીચેના ભાગો વારસામાં મળે છે.

પિતા તરફથી નીચેના ભાગો વારસામાં મળે છે.

પ્રકૃતિ પણ માતા-પિતા તરફથી વારસામાં મળે છે.

આયુર્વેદ શાસ્ત્રની વિશેષતા એ છે કે ખુબજ શાસ્ત્રીય અને વિશેષ સમજ આપે છે. 

વાત,પિત્ત અને કફની હાજરી વ્યક્તિએ વ્યક્તિમાં, દિવસના સમયના ભાગમાં, ઋતુઓમાં અને વ્યક્તિની ઉંમરમાં પણ હોય છે.

વ્યક્તિની મૂળ પ્રકૃતિ ભલે ગમે તે હોય. એટલે જ વૃઘ્ધ લોકો ગમે તે પ્રકૃતિના હોય મોટી ઉંમરે વાને લગતા પ્રોબ્લેમ વધુ હોય, ઘણીવાર ઊંઘ વહેલી ઉડી જવી વગેરે. (ઉંમરને કારણે વાનો પ્ર અને સાથે સાથે વહેલી સવારે પણ વાતનું પ્રધાનપણું હોય) એટલે આ પરિસ્થિતિ સ્વાભાવિક છે અને તેમાંય જો વ્યક્તિની પોતાની પ્રકૃતિ પણ વાત હોય તો વધુ મુશ્કેલી થાય. 

હવે જો વ્યક્તિને દોષ અને પ્રકૃતિનો ખ્યાલ હોય તો તેમાં શું તકેદારી રાખવી અને શું ઉપચાર કરવો જોઈએ તે પ્રમાણે કાળજી રાખી શકાય.

દોષોનો પ્રભાવ 

 બચપણમાં કફનો પ્રભાવ હોય છે.

 યુવાન ઉંમરમાં પિત્તનો પ્રભાવ હોય છે.

વૃદ્ધ ઉંમરમાં વાતનો પ્રભાવ હોય છે.


 દિવસના અને  રાત્રીના  6 થી 10 કફનો પ્રભાવ હોય છે

દિવસના અને  રાત્રીના 10 થી 2 પિત્તનો પ્રભાવ હોય છે. 

 દિવસના અને  રાત્રીના 2 થી 6 વાતનો પ્રભાવ હોય છે

 

ભોજનના પાચનના પ્રારંભમાં કફનો પ્રભાવ હોય છે.

 ભોજનના પાચનના મધ્ય ભાગમાં પિત્તનો પ્રભાવ હોય છે 

 ભોજનના પાચનના અંતિમ ભાગમાં વાતનો પ્રભાવ હોય છે  

આયુર્વેદના મત પ્રમાણે આપણુ શરીર સાત ધાતુનું બનેલું છે. આ ધાતુ બેલેન્સ્ડ હોય તો શરીર તંદુરસ્ત છે તેમ કહેવાય. તે જાળવવા માટે પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ અને જરૂર પડે તો યોગ્ય ઔષધો પણ લેવા જોઈએ.

આ સાત ધાતુ નીચે પ્રમાણે છે.

રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા અને વીર્ય.

ખોરાકમાંથી પહેલા રસ બને અને પછી ક્રમશ બાકીની ધાતુ બને. હવે ઘણીવાર મેદ બને પછી આગળની ધાતુ બનવાનું બંધ થઈ જાય તો શરીર મેદસ્વી બની જાય છે. માટે બધી ધાતુ યોગ્ય માત્રામાં બને તે જોવું જરૂરી છે.

આયુર્વેદમાં સ્વાસ્થ્ય અંગેની કાળજી

આયુર્વેદમાં સ્વાસ્થ્ય અંગે નીચેનો ક્રમ હોય છે. 

ભોજન અને પ્રવાહીમાં લેવાતી સામગ્રીમાં નીચેના છ રસોમાંથી એક, બે કે વધારે રસોનું મિશ્રણ હોય છે. અને આ રસો પણ વાત,પિત્ત અને કફ દોષોનું સમન કરે એટલે ઓછા કરે અથવા સંચય એટલે કે વધારો કરે.

રસ: ખાટો/અમ્લ, ખારો/લવણ, તીખો/તિક્ત, તુરો/કષાય, મધુર/મીઠો અને કડવો/કટુ. 

આ છ પ્રકારના રસો છે.

આયુર્વેદ મત પ્રમાણે રોગ થવાના કારણો

વાત, પિત્ત અને કફ ત્રણે દોષ સમાન હોય એટલે કે જે તે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં હોય તેટલા જ રહે તો વ્યક્તિ સ્વસ્થ છે એમ કહેવાય પરંતુ વધે તો રોગનું સ્વરૂપ ધારણ કરે. 

દોષો રોગનું સ્વરૂપ ધારણ કેવી રીતે કરે છે? 

હવે આપણું કામ દોષનો સંચય જ ન થાય તે જોવાનું છે. વધતો અટકાવવાનું છે. દોષ વધવાના કારણો શું છે?

આટલી બાબતોનું ધ્યાન રાખવાથી રોગ થવાની સંભાવના જ ઘટી જાય

આયુર્વેદ મત પ્રમાણે રોગ થવાના કારણો

1. વિષયોના  (અહીં વિષયો એટલે પંચ વિષયો જેવા કે જોવું, સાંભળવું, સૂંઘવું, ખાવું-પીવું, બોલવું અને સ્પર્શ કરવો )

● વિષયોના અતિયોગ એટલે કે વધુ પડતા ઉપયોગથી.

● વિષયોના અયોગ એટલે કે ઉપયોગના અભાવથી

● વિષયોના મિથ્યાયોગ એટલે કે દુરૂપયોગથી રોગ જન્મે છે.

2. આવેગોને રોકવાથી (નીચેના આ બધા કુદરતી આવેગો છે તેને રોકવાથી લાંબા ગાળે રોગ થવાની સંભવના છે.)

● મળ, 

● મૂત્ર, 

● વીર્ય શ્રાવ, 

● વાછૂટ, 

● ઉલટી, 

● છીંક, 

● ઓડકાર, 

● આળસ મરડવી, 

● ભૂખ, 

● તરસ, 

● આંસુ આવતા રોકવા, 

● નીદ્રા, 

● અને મહેનત પછીનો શ્વાસ. 

∆ આયુર્વેદમાં નીચેના આવેગોને રોકવાની સલાહ આપવામાં આવી છે.

વધુ પડતું બોલવું

● કડવું બોલવું

● મસ્કરી કરવી

● ખોટું બોલવું

● વધુ પડતું બોલવું

● અસામાજિક વ્યવહાર કરવો.

● પરસ્ત્રી ગમન અને અપ્રાકૃત મૈથુન

● ચોરી

● હિંસા

∆ નીચેના સૂક્ષ્મ આવેગોને  રોકવાની સલાહ આપવામાં આવી છે.

● લોભ,

● અહંકાર,

● શોક,

● નિર્બળતા,

● ભય,

● ઈર્ષા,

● ક્રોધ,

● આસક્તિ,

● બીજાના પૈસા પડાવી લેવાની વૃત્તિ.

■  આયુર્વેદના મત પ્રમાણે રોગોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે.

∆ અંતર્જાત : ત્રણ દોષનું સંતુલન બગડવાથી થતાં રોગ.

∆ બહિર્જાત: પ્રદુષિત હવા, ઝેર, બેકટેરિયા, વાયરસ, પાણી વગેરેથી થતાં રોગો.

∆ માનસિક (psychic):  મનના વિક્ષેપને કારણે(કોઈ કામ ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે) મન વિકક્ષિપ્ત થાય છે અને માથું દુખવું, ટેંશન થવું, ડિપ્રેસન થઈ જવું બીપી થવું વગેરે પ્રકારના રોગો થઈ શકે છે.