Health through Diet

  • Health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity.

  • Essential nutrients are essential for a person to attain full body development, good health and growth.

  • Essential nutrients are viewed in two categories: micronutrients (required in small amounts for growth.) and macronutrients. (Large amounts required for growth.)

  • Micronutrients are nutrients that humans need in small amounts. This includes vitamins and minerals. Although the body needs only small amounts of it, its deficiency can cause ill health.

  • A person needs macronutrients in large amounts. Water, protein, carbohydrates and fat are considered macronutrients.

  • Diet affects our body and health because every diet (food or liquid) contains certain nutrients that are essential for the development of our physical and mental health.

  • Certain nutrients are required in certain amounts by our body.

  • So we should know what food we eat and how much and what kind of nutrients it contains.

  • When we eat food and drink nutritious fluids, Then our body first digests it and then absorbs it.

  • From these we get minerals, vitamins, fats, proteins, carbohydrates, fat and water. And it is mixed in the blood.

  • And from it we get energy and also develop the body due to which the body remains healthy.

  • The value of nutrition is very important for a healthy body.

  • When we consume any kind of food or liquid it affects the body and its health.

  • It is very important that we know and be aware about the food or liquid we take in our daily life.

  • Diseases that we get. The cause of all those diseases is the wrong diet we have taken.

  • We know that food and water are necessary to keep our body healthy and to grow.

  • From food and liquids we get some important nutrients like protein, carbohydrates, fats, vitamins, minerals and water.

  • These nutrients play a variety of roles in keeping our body healthy and creating new cells in our body.

  • A person's body cannot produce everything it needs to function.

  • There are six essential nutrients that are required in the diet every day to maintain health.

  • A nutrient or more than one nutrient is required for the actions and functions performed in the body.

  • All individuals require the same nutrients for their body functions. And Diet also varies depending on age, gender, activity, taste etc.

  • In food management, food is divided into three groups from a nutritional point of view. Energy-giving foods, Body building food and Protective food

Food Groups

Energy Giving Food

Carbohydrates and Fats: Roasted Grain, Fats and sugar

Body Building Food

Proteins: Milk, Pulses, Meat and Chicken

Protective Food

Vitamins & Minerals: Fruits and vegetables

આહાર થકી સ્વાસ્થ્ય


  • આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે અને માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નથી.

  • વ્યક્તિ શરીરના સંપૂર્ણ વિકાસ, સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિને મેળવવા માટે આવશ્યક પોષક તત્વો ખુબજ જરૂરી છે.

  • આવશ્યક પોષક તત્વોને બે શ્રેણીઓમાં જોવામાં આવે છે: માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ (વૃદ્ધિ માટે ઓછી માત્રામાં જરૂરી છે.) અને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ. (વૃદ્ધિ માટે મોટી માત્રામાં જરૂરી છે.)

  • વ્યક્તિને માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ (સૂક્ષ્મ પોષકતત્ત્વો) એ પોષક તત્વોની નાની માત્રામાં જરૂર હોય છે. વિટામીન અને ખનિજોનો આમાં સમાવેશ થાય છે.

  • જો કે શરીરને આની થોડી માત્રામાં જ જરૂર હોય છે, તેમ છતાં તેની ઉણપ સ્વાસ્થ્ય બગડવાનું કારણ બની શકે છે.

  • વ્યક્તિને મેક્રોન્યુટ્રિઅન્ટ્સ પોષક તત્વોની મોટી માત્રામાં જરૂર પડતી હોય છે.

  • પાણી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનો મેક્રોન્યુટ્રિઅન્ટ્સમાં ગણવામાં આવે છે.

  • આહારની અસર આપણા શરીર અને આરોગ્ય ઉપર પડે છે કારણ કે દરેક આહાર (ખોરાક અથવા પ્રવાહી)માં ચોક્કસ પોષણોનો સમાવેશ થયેલો હોય છે જે આપણા શારીરિક અને માનસિક સ્વાથ્યના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

  • ચોક્કસ પોષણનું ચોક્કસ માત્રામાં આપણા શરીરને જરૂર હોય છે.

  • માટે આપણે જાણવું જોઈએ કે આપણે કયો ખોરાક લઈએ છીએ અને તેમાં કેટલી માત્રામાં અને કયા પ્રકારના પોષણોનો સમાવેશ થયેલો છે.

  • જ્યારે આપણે ખોરાક ખાઈએ અને પૌષ્ટિક પ્રવાહી લઈએ છીએ,

  • ત્યારે આપણું શરીર પહેલા તેને પચાવે છે અને પછી તેને શોષી લે છે

  • આમાંથી આપણને ખનિજો, વિટામિન્સ, ચરબી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને પાણી મળે છે.

  • અને તેને લોહીમાં ભેળવી દેવામાં આવે છે.

  • અને તેમાંથી આપણને ઉર્જા મળે છે અને શરીરનો વિકાસ પણ થાય છે જેને લીધે શરીર સ્વસ્થ રહે છે.

  • સ્વસ્થ શરીર માટે પોષણનું મૂલ્ય ખુબજ મહત્વનું છે.

  • જ્યારે આપણે કોઈપણ પ્રકારનો ખોરાક કે પ્રવાહી લઈએ છીએ ત્યારે તેની અસર શરીર અને તેના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

  • આપણે આપણા રોજિંદા જીવનમાં જે ખોરાક અથવા પ્રવાહી લઈએ છીએ તેના વિશે આપણે જાણવું અને જાગૃત રહેવું એ ખુબજ મહત્વપૂર્ણ છે.

  • આપણને જે રોગો થાય છે. તે દરેક રોગોનું કારણ આપણે લીધેલો ખોટો આહારજ છે.

  • આપણે જાણીએ છીએ કે આપણા શરીરને સ્વસ્થ રાખવા અને તેનો વિકાસ કરવા માટે ખોરાક અને પાણી જરૂરી છે.

  • ખોરાક અને પ્રવાહીમાંથી આપણને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન્સ, ખનિજો અને પાણી જેવા કેટલાક મહત્વપૂર્ણ પોષણ મળતા હોય છે.

  • આપણા શરીરને સ્વસ્થ રાખવા અને આપણા શરીરમાં નવા કોષોનું સર્જન કરવા માટે આ પોષક તત્વો વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે.

  • વ્યક્તિનું શરીર કાર્ય કરવા માટે જરૂરી છે તે બધું જ ઉત્પન્ન કરી શકતું નથી.

  • સ્વાસ્થ્ય જાળવવા માટે છ આવશ્યક પોષક તત્વો છે જેના માટે આહાર જરૂર દરરોજ પડતી હોય છે.

  • શરીરમાં થતી ક્રિયાઓ અને કરવામાં આવતા કાર્યો માટે એક પોષક તત્વ કે એક કરતાં વધુ પોષક તત્વોની જરૂર પડતી હોય છે.

  • દરેક વ્યક્તિઓના શરીરના કાર્યો માટે એક સમાન પોષક તત્વોની જરૂર પડતી હોય છે. અને આહારમાં પણ ભિન્નતા જોવા મળે છે તેની ઉંમર, લિંગ, પ્રવૃત્તિ, રુચિ વગેરેને લીધી.

  • ભોજન વ્યવસ્થાપનમાં ખોરાકને પોષણના દૃષ્ટિકોણથી ત્રણ જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એનર્જી આપનાર ખોરાક, શરીર નિર્માણ ખોરાક અને રક્ષણાત્મક ખોરાક