Body Building Food

Function: Body Building

Major nutrients: Proteins

Food Groups: Milk, Pulses, Meat and Chicken

કાર્ય: શરીર નિર્માણ

મુખ્ય પોષક તત્વો: પ્રોટીન

ખાદ્ય જૂથો: દૂધ, કઠોળ, માંસ અને ચિકન

Health benefits of Proteins

  • The human body is made up almost entirely of protein, excluding water and fat.

  • Protein is the main building block of muscles, bones, organs, skin and nails.

  • Muscles are made up of about 80% protein, excluding water.

  • These nutrients are very important for athletes.

  • Every cell in the human body is made up of proteins. Proteins are the building blocks for life in the body. The basic structure of a protein is made up of a chain of amino acids.

  • A diet high in protein does the job of repairing cells in the body and making new cells. Protein is very important for growth and development in children, adolescents and pregnant women.

  • Protein works to build muscles in our body and a strong immune system.

  • Proteins are basically made up of long chains of amino acids.

  • There are 22 types of amino acids found in our body and all these amino acids are very necessary for the body to function properly.

  • Protein is an abundant nutrient found in our body that builds new tissue and works to repair all the damaged cells in our body.

  • Protein also works to help make hormones and enzymes that play various roles in our body, such as metabolism and sexual development.

  • There are different types of proteins that play different important roles in our body. For example collagen is a protein and it gives strength, elasticity and structure to our hair and skin.

પ્રોટીનના સ્વાસ્થ્ય લાભો

  • માનવ શરીરની બનાવટ લગભગ સંપૂર્ણ રીતે પ્રોટીનથીજ થયેલી છે જો પાણી અને ચરબીને બાદ કરી દઈએ તો.

  • પ્રોટીન એ સ્નાયુઓ, હાડકાં, અવયવો, ત્વચા અને નખની બનાવટ માટેનું મુખ્ય ઘટક છે.

  • સ્નાયુઓ લગભગ 80% પ્રોટીનથી બનેલા હોય છે, પાણી ને બાદ કરતા.

  • આ પોષક તત્વો રમતવીરો માટે ખુબજ મહત્વપૂર્ણ છે.

  • માનવ શરીરના દરેક કોષના નિર્માણમાં પ્રોટીન હોય છે. પ્રોટીન એ શરીરના જીવન માટેનું બિલ્ડીંગ બ્લોક્સ છે. એમિનો એસિડની સાંકળ દ્વારા પ્રોટીનની મૂળભૂત રચના બનેલી છે.

  • શરીરમાં રહેલા કોષોને રિપેર કરવા અને નવા કોષો બનાવવા માટેનું કાર્ય પ્રોટીન વાળો આહારજ કરે છે. બાળકો, કિશોરો અને સગર્ભા સ્ત્રીઓમાં વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પ્રોટીન ખુબજ મહત્વપૂર્ણ છે.

  • પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ બનાવવાનું કાર્ય કરે છે.

  • પ્રોટીન મૂળભૂત રીતે એમિનો એસિડની લાંબી સાંકળોથી બનેલું હોય છે.

  • એમિનો એસિડના 22 વિવિધ પ્રકારો છે અને આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે આ તમામ એમિનો એસિડની ખુબજ જરૂર છે.

  • પ્રોટીન એ આપણા શરીરમાં વિપુલ પ્રમાણમાં મળી આવતું પોષક તત્વ છે જે નવી પેશીઓ બનાવે છે અને આપણા શરીરના તમામ ક્ષતિગ્રસ્ત કોષોનું સમારકામ કરવાનું કાર્ય કરે છે.

  • પ્રોટીન હોર્મોન્સ અને ઉત્સેચકોના નિર્માણમાં પણ મદદ કરવાનું કાર્ય કરે છે જેના લીધે આપણા શરીરમાં ચયાપચય અને જાતીય વિકાસ જેવી વિવિધ ભૂમિકાઓ ભજવે છે.

  • વિવિધ પ્રકારના પ્રોટીન છે જે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે કોલેજન એ પ્રોટીન છે અને તે આપણા વાળ અને ત્વચાને શક્તિ, સ્થિતિસ્થાપકતા અને રચના આપે છે.

Food Sources

  • During the digestion of protein food, it is broken down into parts called amino acids. Adequate amounts of a number of amino acids are required to maintain good health.

  • Amino acids are found in animal sources such as meat, milk, fish and eggs. and also from plant sources such as soy, beans, legumes, peanut and some grains (such as wheat germ and quinoa).

  • Sources of protein are lentils, low-fat dairy products, tofu, nuts, seeds, peas.

  • Common foods such as whole grain bread, corn, and pasta also contain protein.

  • Similar to animal protein, soy protein is the most essential and robust protein.

  • A vegetarian does not need to eat animal products to get all the protein they need in their diet.

ખાદ્ય સ્ત્રોતો

  • પ્રોટીનવાળા ખોરાકના પાચન દરમિયાન એમિનો એસિડ નામના ભાગોમાં તેનું વિભાજિન થાય છે. સારા સ્વાસ્થ્યની જાળવણી માટે પૂરતી માત્રામાં સંખ્યાબંધ એમિનો એસિડની જરૂર પડે છે.

  • એમિનો એસિડ આપણને પ્રાણી સ્ત્રોતો જેવા કે માંસ, દૂધ, માછલી અને ઈંડામાં જોવા મળે છે. અને છોડના સ્ત્રોતો જેમ કે સોયા, કઠોળ, મગફળી, અખરોટના માખણ અને કેટલાક અનાજ (જેમ કે ઘઉંના જવારા અને ક્વિનોઆ)માંથી પણ મળતું હોય છે.

  • પ્રોટીન મેળવવાના સ્ત્રોતો મસૂર, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, ટોફુ, બદામ, બીજ, વટાણા છે.

  • સામાન્ય ખોરાક જેમ કે આખા અનાજની બ્રેડ, મકાઈ અને પાસ્તામાં પણ પ્રોટીન હોય છે.

  • પ્રાણીઓમાં મળતા પ્રોટીન સમાન છે સોયા પ્રોટીન એ સૌથી જરૂરી અને મજબૂત પ્રોટીન છે.

  • શાકાહારી વ્યકતિએ આહારમાં જરૂરી તમામ પ્રોટીન મેળવવા માટે પ્રાણી ઉત્પાદનો ખાવાની જરૂર રહેતી નથી.

Amino acids are classified into three groups:

  1. Essential

  2. Non Essential

  3. Conditional

    • Essential amino acids cannot be made by the body, It is very important to take it through food.It does not need to be eaten in one meal. It is more important to balance the meals throughout the day.

    • Non-essential amino acids are made by the body from essential amino acids or from the normal action of protein breakdown.

    • Conditional amino acids are needed in times of illness and stress.

એમિનો એસિડનું ત્રણ જૂથોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે:

  1. આવશ્યક

  2. અન આવશ્યક

  3. શરતી

    • શરીર દ્વારા આવશ્યક એમિનો એસિડ બનાવી શકાતું નથી, તેને ખોરાક દ્વારા લેવું ખુબજ આવશ્યક છે. તેને એક સમયનાજ ભોજનમાં ખાવાની જરૂર હોતી નથી. આખા દિવસના ભોજનનું સંતુલન કરવું તે વધુ મહત્વનું છે.

    • શરીર દ્વારા આવશ્યક એમિનો એસિડમાંથી અન આવશ્યક એમિનો એસિડ બનાવી લેવામાં આવે છે અથવા પ્રોટીનની તુટવાની સામાન્ય ક્રિયામાંથી.

    • શરતી એમિનો એસિડની જરૂર બીમારી અને તાણના સમયે પડે છે.

Better control over appetite.

    • Protein helps you feel full after eating and thus curbs hunger.

Increase metabolic rate.

    • Protein helps burn more calories and prevents your metabolism from slowing down when you lose weight.

Reduces food cravings.

    • Eating a high-protein meal in the morning helps reduce nighttime cravings.

Body composition becomes better.

    • Eating a high-protein diet reduces fat loss and slows down muscle loss.

Reduction in excess feeding.

    • Increasing the amount of protein in a meal saves energy, leading to weight loss.

મેટાબોલિક દરમાં વધારો.

    • પ્રોટીન વધુ કેલરી વાપરવામાં મદદ કરે છે અને જ્યારે તમારું વજન ઓછું થાય છે ત્યારે મેટાબોલિઝમને ધીમું થતું અટકાવે છે.

ખોરાકની તૃષ્ણામાં ઘટાડો કરે છે.

    • વધારે પ્રોટીન વાળો ખોરાક સવારે લેવાથી રાત્રિના સમયની તૃષ્ણામાં ઘટાડો કરવામાં મદદ મળે છે.

શરીર રચના વધારે સારી બને છે.

    • વધારે પ્રોટીનવાળા આહાર લેવાથી ચરબીમાં ઘટાડો થાય છે અને સ્નાયુઓમાં ઘટાડો ઓછો થાય છે.

વધારાના ખોરાકમાં ઘટાડો થવો.

    • ભોજનમાં પ્રોટીનની માત્રામાં વધારો કરવાથી ઊર્જાની બચત થાય છે જેના લીધે વજન ઘટે છે.

Protein Types and Functions

પ્રોટીનના પ્રકારો અને કાર્યો

Type: Digestive Enzymes

Examples: Amylase, Lipase, Pepsin, Trypsin

Functions: Aids in the digestion of food by catabolizing nutrients into monomeric (composed of one part) units.

પ્રકાર: પાચન ઉત્સેચકો

ઉદાહરણો: એમીલેઝ, લિપેઝ, પેપ્સિન, ટ્રિપ્સિન

કાર્યો: પોષક તત્વોને મોનોમેરિક (એક ભાગનો બનેલો) એકમોમાં અપચય કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે.

Type: Transportation

Examples: Hemoglobin, Albumin

Functions: Carries substances throughout the body in the blood or lymph (white blood cells).

પ્રકાર: પરિવહન

ઉદાહરણો: હિમોગ્લોબિન, આલ્બ્યુમિન

કાર્યો: લોહી અથવા લસિકા (શ્વેત રક્ત કોશિકાઓ) માં આખા શરીરમાં પદાર્થો વહન કરે છે

Type: Structural

Examples: Actin, Tubulin, Keratin

Functions: Functions to form various structures such as cytoskeleton (maintains cell shape and intracellular organization).

પ્રકાર: માળખાકીય

ઉદાહરણો: એક્ટિન, ટ્યુબ્યુલિન, કેરાટિન

કાર્યો: સાયટોસ્કેલેટન (કોષનો આકાર અને અંતઃકોશિકાઓનુ સંગઠન જાળવે છે) જેવી વિવિધ રચનાઓ બનાવવાનું કાર્ય કરે છે.

Type: Hormones (Happy Hormones)

Examples: Insulin, Thyroxine

Functions: Coordinating the activities of various body systems.

પ્રકાર: હોર્મોન્સ

ઉદાહરણો: ઇન્સ્યુલિન, થાઇરોક્સિન

કાર્યો: શરીરની વિવિધ પ્રણાલીઓની પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું.

Type: Defense

Examples: Immunoglobulin

Functions: Protecting the body from foreign pathogens (bacteria, viruses).

પ્રકાર: સંરક્ષણ

ઉદાહરણો: ઇમ્યુનોગ્લોબ્યુલિન

કાર્યો: શરીરને વિદેશી પેથોજેન્સ (બેક્ટેરિયા, વાયરસ) થી સુરક્ષિત કરવાનું.

Type: Compressible

Examples: Actin, Myosin

Functions: Functions of muscle contraction.

પ્રકાર: સંકોચનીય

ઉદાહરણો: એક્ટિન, માયોસિન

કાર્યો: સ્નાયુઓના સંકોચનના કાર્ય કરે છે.

Type: Storage

Examples: Legume storage proteins, Egg white (albumin)

Functions: Provide nourishment in early development of the embryo and the seedling

પ્રકાર: સંગ્રહ

ઉદાહરણો: લેગ્યુમ સ્ટોરેજ પ્રોટીન, ઈંડાની સફેદી (આલ્બ્યુમિન)

કાર્યો: ગર્ભ અને બીજના પ્રારંભિક વિકાસમાં પોષણ પૂરું પાડે છે

Protein and food items available on Amazon