રસોડાના મસાલા વૈદ્ય

🌺ધાણા સ્વભાવે ઠંડા, ગરમીને મારે દંડા.

🌺લસણ કરે પોષણ, મેદનું કરે શોષણ

🌺તીખું તમતમતું આદુ, માણસ ઉઠાડે માંદુ.

🌺લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું.

🌺પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર.

🌺મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ.

🌺ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા

🌺કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો

🌺પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો.

🌺ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.

🌺કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.

🌺માપસર જમો, પછી ફાકો અજમો.

🌺તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર

🌺નાના નાના તલ, શરીરને આપે બળ.

🌺જીરાવાળી છાશ, પેટ માટે હાશ.

🌺લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી.

🌺લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.

🌺કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી.

🌺વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો.

🌺કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ

🌺પેટને માટે દુવા, તીખાતીખા સૂવા.

🌺કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા.

🌺મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.

🌺ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.

🌺રોજ રોજ ખારો, ના લો તો સારો.

🌺પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ.

🌺રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ

🌺કોળાના બીજ,આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ

🌺કેરીની ગોટલી, આરોગ્યની પોટલી

🌺સરગવો ખાઓ, બીમારીઓ ભગાવો

🌺પારિજાતના ઉકાળો, દુઃખાવા મટાડો

🌺નગોડના નવ ગુણ, દુઃખતી નસ કરે દૂર

🌺ઉકાળીને પીવો ગળો, બધા રોગની જળો.

🌺ખાઓ ચાવીને અળસી, કોઈ રોગ નહિ મળશી

🌺કાળુનમક અને સિંધવ, બધા રોગનો બાંધવ

🌺કપૂર કરશે પૂરી, રક્ષા આપના કુટુંબની

🌺અર્જુન છાલ, હદયના ખોલે વાલ

🌺બ્રાહ્મી સાથે દૂધ મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ

🌺ડોડીના પાન,આંખોની વધારે શાન

🌺રોજ ખાઓ તુલસીપત્ર, બીમારીઓ નહિ આવે અત્ર

🌺વધારો ફેફસાની શક્તિ, કરો જેઠીમધની ભક્તિ.

🌺ગોખરુ પ્રોસ્ટેટ માટે સાવ ખરું

🌺ખાઓ શંખપુષ્પી, વધારો બુદ્ધિ

🌺મામેજવો ને લીમડાની છાલ, ડાયાબીટીસ જાય હાલ

🌺બાવળની શીંગ, સાંધાના દુઃખાવાની રીંગ

🌺ખાઓ રોજ મેથી તો, NO એલોપથી

🌺દાડમનો રસ, શક્તિનો જશ.

🌺અશ્વગંધા ચૂર્ણ, સ્નાયુ સાંધાનું પકડે મૂળ

🌺રજકોને જવારા, વિટામિન B12 માટે સારા

🌺પપૈયા પાનનો રસ, ડેગ્યુંને કહે હવે ખસ

🌺મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન, ચહેરાને કરે વંદન

🌺મીઠો લીમડાના પાન વાળની વધારે શાન

🌺 આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ

🍋🍒👌🏾 ધર ના રસોડા નો ડોક્ટર. 👌🏾🍒🍋

કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને આયુર્વેદ ભરેલું છે પરંતુ આપણને પેલી ટીવીમાં આવતી લોભામણી જાહેરાતો જોઈને કેમિકલ યુક્ત ઠંડા પીણા પીએ છીએ તે આપણી સૌથી મોટી ભૂલ છે

રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસ🥤નો ઉપયોગ..કરો અને જીવનભર *નિરોગી રહો.🥤 🔹🥤🍃🥣🍃🥤🔹


  1. ઘઉંના જવારાના રસ થી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

  2. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.દૂધી કરે લોહીની શુદ્ધિ

  3. લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

  4. કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

  5. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે તાવને આવતો અટકાવે છે

  6. પાલકનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

  7. ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

  8. સફેદ ડુંગળીના રસ માં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુ:ખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.

  9. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે ડાયાબીટીસ માટે ફાયદાકારક

  10. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે. ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

  11. ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે લાલ ટામેટા જેવા થવું હોય તો લાલ ટામેટા ખાજો

  12. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે

  13. એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.ગાજર તંદુરસ્તી હાજર

  14. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.બીટ શરીરને રાખે ફીટ

  15. કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે,ચામડી વાળને સારા રાખે છે

  16. મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.

  17. ચોળીની શિંગ થી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.

  18. લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે,લોહીને શુદ્ધ કરે છે

  19. આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.આદુનો જાદુ,,,,

  20. સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે હદય સંબંધી બિમારીઓ દૂર કરે છે

  21. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે શક્તિનો ખજાનો છે

  22. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે ડાયાબીટીસ કાબુમાં રાખે છે

  23. લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. માટલાના ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.

  24. આમળાનો રસ પેટ સાફ કરે,વિટામિન સી ભરપૂર ચામડી,વાળને સારા રાખે છે

  25. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.

  26. નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જી, કફ- દમમાં રાહત આપે છે.

  27. પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

  28. પાઈનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

  29. લીલા અંજીર થી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

  30. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

  31. જાંબુનો રસ માં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

  32. શેરડીનો રસ વિશ્વનો સૌથી શક્તિશાળી રસ શક્તિવર્ધક,બી12 વધારે

  33. દાડમનો રસ શક્તિનો ખજાનો,દાડમ મડદાને બેઠું કરે તેવી શક્તિ

  34. ઘરે ગ્રીનજ્યુસ બનાવો પાલક સૌથી વધારે, કોથમીર, ફુદીનો, મીઠો લીમડો, દૂધી, આંમળા ના હોય તો આંમળા પાવડર નાખવો, લિબુ, આદું , વગેરે

કુદરતના સાનિધ્યમાં જીવવાનું ચાલુ કરશો તો આપને જીવનભર એલોપથી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ પરંતુ આપણને આવું કરવાનું ગમતું કે ફાવતું નથી અને એટલેજ તો ઉધરસથી માંડીને કેન્સર સુધીના રોગની યાત્રા કરવી પડે છે

બસ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો.